ફિલ્મ જગત
News of Saturday, 20th October 2018

અમિતાભ બચ્ચન ઉત્તરપ્રદેશના ૮૫૦ ખેડૂતોની લોન ચૂકવશે

૫.૫ આટલા કરોડ રૂપિયાની ખેડુતોની લોન ચુકવશે અમિતાભ બચ્ચન

મુંબઇ તા ૨૦ : અમિતાભ બચ્ચન બહુ જલ્દી ઉત્તરપ્રદેશના ૮૫૦ ખેડૂતોની લોન ભરપાઇ કરશે. બિગ બીએ અગાઉ મહારાષ્ટ્રના ૩૫૦ ખેડૂતોની લોન ભરપાઇ કરી હતી અને સાથે જ તેમણે શહીદોની ફેમિલીને પણ મદદ કરી હતી. આ વિશે બિગ બીએ તેમના બ્લોંગ પર લખ્યું હતું કે ' આપણા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર વ્યકિતઓને મદદ કરવી ખૂબ જ સુખદ અનુભવ રહ્યો છે. મહારાષ્ટ્રના વીર અને શહીદની ૧૨૨ જગ્યાએ રહેતી ૪૪ ફેમિલીને મેં મારી રીતે મદદ કરી છે. તેમના માટે હજી પણ વધુ કરવાની જરૂર છે. મહારાષ્ટ્રના ૩૫૦ ખેડૂતો તેમની લોન ભરાપાઇ કરવા માટે અક્ષમ હતા અને તેમના સુસાઇડ કરતા અટકાવવા માટે મેં તેમની લોન ચુકવી હતી. આંધ્ર અને વિદર્ભના લોકોની મેં લોન ચુકવી છે. હવે મારી પાસે ઉત્તરપ્રદેશના ૮૫૦ ખેડૂતોનું લિસ્ટ આવ્યું છે જેમની લોન ૫.૫ કરોડ રૈપિયા છે. આ લોન બેન્કની મદદથી ચૂકવવામાં આવશે.'(૩.૧)

(10:02 am IST)