ફિલ્મ જગત
News of Saturday, 20th October 2018

હું હવે મારી શરતો પર કામ કરી શકું છું : સૈફઅલીખાન

બોલીવુડમાં વર્ષથી કામ કર્યા બાદ સૈફ અલી ખાનને લાગે છે કે તે હવે પોતાની શરતો પર કામ કરી શકે છે. તે છેલ્લે વેબ-સિરીઝ 'સેકંડ ગેમ્સ' માં જોવા મળ્યો હતો જેને દર્શકોએ ખુબજ પસંદ કરી છે. તે હવેતેની આગામી ફિલ્મ 'બાઝાર' ને પ્રમોટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે એુક ગુજરાતી બિઝનેસમેન શકુન કોઠારીની ભૂમિકામાં જોવા મળશે. પોતાના પાત્રમાં હવે વધુ ધ્યાન આપતા સૈફ ઓી ખાને કહ્યું હતું કે ' હું એકિટંગને ખુબ એન્જોય કરી રહ્યો છું. હું મારા પાત્રમાં ઘણું બધું ઇન્વેસ્ટ કરી રહ્યો છુ, જે  હું પહેલાં કયારે પણ નહોતો કરતો. મને લાગે છે કે એક કલાકાર તરીકેઆજે હુંઅલગ રીતે વિચારી રહ્યો છું અને નવી નવી વસ્તુઓ અજમાવું છું. તમારી ઉંમરની સાથે તમે જેમ જેમ સફળ બનતાં જાઓ ત્યારે તમે પોતાની શરતો પર કામ કરી શકો છો. મેં આજે જે પણ મેળવ્યું છે એના પર મને ગર્વ છે.' (૩.૧)

(10:01 am IST)