સિમરન કૌર હવે નર્સની ભુમિકામાં
અભિનેતા હિમાંશુ સોની હવે અગર તુમ ના હોતે નામના શોમાં મુખ્ય ભુમિકા નિભાવી રહ્યો છે. ઝી ટીવી પરના આ શોનો પ્રોમો હિમાંશુએ પોસ્ટ કરતાં જ તેને મિત્રો કપિલ શર્મા, શ્રેયસ તલપડે, કિન્શુક વૈદ્ય, સુમેધા મુદગલકર, માનસી શ્રીવાસ્તવ, રજનીશ દુગ્ગલ અને શીના બજાજ સહિતે વધાવીને શુભેચ્છા પાઠવી હતી. આ શોની સ્ટોરી એક નર્સની આસપાસ ફરે છે જે તેના દર્દીની સારવાર કરતી હોય છે. આ સારવાર દરમિયાન તેને અહેસાસ થાય છે કે તેનું એક સ્પેશિયલ કનેકશન થઈ ગયું છે. યુવાન અને હાર્ડર્વકિંગ નર્સ નિયતિ મિશ્રાનું પાત્ર સિમરન કૌર ભજવી રહી છે. ર્ચામિંગ અને પૈસાદાર અભિમન્યુ પાન્ડેનું પાત્ર હિમાંશુ સોની ભજવી રહ્યો છે. આ વિશે હિમાંશુ સોનીએ કહ્યું કે તમે જે કામ કરો છો અને એને તમારા ફ્રેન્ડ્સ પસંદ કરે એનાથી વધુ ખુશી બીજી કોઈ ન હોઈ શકે. મારો પ્રોમો જ્યારથી રજૂ થયો છે ત્યારથી મિત્રો મને ખૂબ પ્રેમ અને સપોર્ટ આપી રહ્યા છે. મારા સારા અને ખરાબ સમયમાં તેઓ હંમેશાં મારી સાથે રહે છે. મને ખાતરી છે કે અભિમન્યુનું પાત્ર મારી કારકિર્દીની નવી શરૂઆત બનશે.