ફિલ્મ જગત
News of Friday, 20th September 2019

બહેન પ્રિયંકા ચોપરા સાથેની તુલનાને મીરાએ આપ્યું

 મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મીરા ચોપડા કહે છે કે તે પોતાની કઝિન અને અભિનેત્રી પ્રિયંકા ચોપડા સાથે ક્યારેય પોતાની તુલના કરી શકતી નથી.મીરા ચોપડા દક્ષિણ ભારતીય અભિનેત્રી છે અને તેણે 2014 માં આવેલી ફિલ્મ ગેંગ ઓફ ગોશાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. પછી મીરા '1920 લંડન'માં જોવા મળી હતી. મીરા ચોપડાની ફિલ્મ 'સેક્શન 375' તાજેતરમાં રિલીઝ થઈ છે. ફિલ્મ 'સેક્શન  375' માં મીરા ચોપડાએ એક કોસ્ચ્યુમ ડિઝાઇનરની ભૂમિકા ભજવી છે જેણે તેના ડિરેક્ટર પર બળાત્કારનો ખોટો આરોપ લગાવ્યો હતો. ફિલ્મને વિવેચકોની સાથે સાથે દર્શકોનો પણ પ્રેમ મળી રહ્યો છે.

(5:23 pm IST)