ફિલ્મ જગત
News of Thursday, 20th September 2018

'બા,બહુ ઓર બેબી'ફેમ સૂચિત ત્રિવેદી 41 વર્ષે પરણશે: ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા મહેંદી સેરેમનીના ફોટો

મુંબઈ:ટીવી શૉ ‘બા, બહૂ ઔર બેબી’ ફેમ સુચિતા ત્રિવેદી લગ્ન કરવા જઈ રહી છે. તાજેતરમાં જ તેણે લગ્ન પહેલાની મહેંદી સેરેમની તસવીરો શેર કરી છે. 41 વર્ષની સુચિતા નિગમ પટેલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. સુચિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સુચિતાની મહેંદી સેરેમનીનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. સુચિતા ત્રિવેદીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સુચિતાએ 1983માં ફિલ્મ ‘વો સાત દિન’થી ડેબ્યૂ કર્યું હતુ. ત્યારબાદ તેણે નાના પડદા તરફ ઝંપલાવ્યુ હતુ. સુચિતાને ઓળખ નાના પડદાથી મળી હતી. તેમણે ઘણા જાણીતા શૉ ‘કહાની ઘર-ઘર કી’ અને ‘ખિચડી’માં કામ કર્યું છે. ટીવી શૉ ‘બા, બહૂ ઔર બેબી’માં તેમણે મીનાક્ષી ઠક્કરનું પાત્ર ભજવ્યું છે.

(4:35 pm IST)