ફિલ્મ જગત
News of Thursday, 20th September 2018

27 વર્ષ પછી મહેશ ભટ્ટ બનાવશે 'સડક-2': જન્મદિવસ પર શેયર કર્યું ટીઝર

મુંબઈ:ફિલ્મ ‘સડક’ની સફળતાને જોતા મહેશ ભટ્ટે 27 વર્ષ બાદ આ ફિલ્મની સીક્વલ ‘સડક-2’ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મમાં સંજય દત્ત, આદિત્ય રૉય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટ જોવા મળશે. મહેશ ભટ્ટે પોતાના જન્મદિવસ પર ‘સડક-2’નું ટીઝર રીલીઝ કર્યું છે. ફિલ્મનાં ટીઝરને આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. વર્ષ 1991માં રીલીઝ થયેલી સંજય દત્ત અને મહેશ ભટ્ટની ફિલ્મ ‘સડક’ બૉક્સ ઑફિસ પર સુપરહિટ રહી હતી. વિડીયોમાં ‘સડક-2’નાં કેટલાક સીન જોવા મળી રહ્યા છે. સાથે જ આલિયા અને આદિત્ય રોય કપૂરની ‘સડક-2’નાં કહાનીને પણ જોડવામાં આવી છે. ટીઝરમાં ફિલ્મની રીલઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ વર્ષ 2020માં માર્ચ મહિનામાં સિનેમાઘરોમાં રજૂ થશે. આ ફિલ્મથી આલિયા ભટ્ટ પહેલીવાર પોતાના પિતા મહેશ ભટ્ટની ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. આ સાથે પોતાની બહેન પૂજા ભટ્ટ સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. તો અભિનેતા સંજય દત્ત પણ વર્ષ 1993માં રીલીઝ થયેલી ફિલ્મ ‘ગુમરાહ’ બાદ મહેશ ભટ્ટ સાથે કામ કરી રહ્યો છે. આલિયાએ પોતાના પિતાના જન્મદિવસ પર એક સ્પેશલ મેસેજ પણ લખ્યો છે. તેણે લખ્યું છે કે, ‘ડિયર ડૈડી, તમે તમારા 70માં જન્મદિવસ પર મને એક ખાસ ગિફ્ટ આપી છે. તમે મારી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છો. ‘સડક-2′ જાણે કોઇક સપનુ સાચુ પડી ગયુ હોય. જે લાગે છે કે આ ક્યારેય નહીં થઈ શકે તમે તેને બનાવી દો છો. દિલથી તમારો આભાર પપ્પા. હું તમને ઘણો જ પ્રેમ કરું છું. જન્મદિવસની શુભકામનાઓ.’

(4:34 pm IST)