ફિલ્મ જગત
News of Thursday, 20th September 2018

ફિલ્‍મ ‘બત્તી ગુલ મીટર ચાલુ' અખિલ ભારતીય થિએટ્રીકલના અધિકાર મેળવ્‍યા

આનંદ પંડીતે શાહિદ કપૂર અભિનીત

મુંબઈઃ ફિલ્‍મ સત્‍યમેવ જયતેની સુપર સફળતા મેળવ્‍યા બાદ પ્રસિદ્ધ નિર્માતા અને રિયલ એસ્‍ટેટ ડેવલપર આનંદ પંડિતે એક વાર ફરી પૈનોરમા સ્‍ટુડિયોસ સાથે હાથ મેળવ્‍યા અને આખરે શાહિદ કપૂર અભિનીત ફિલ્‍મ ‘બત્તી ગુલ મીટર ચાલુ'એ અખિલ ભારતીય થિએટ્રીકલ અધિકાર મેળવી લીધા.

શાહિદ કપૂર અભિનીત બહુ ચર્ચીત થયેલી ફિલ્‍મ બત્તી ગુલ મીટર ચાલૂ હવે રીલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્‍મનું ટ્રેઈલર રીલીઝ થયું ત્‍યારથી આ ફિલ્‍મ ચર્ચામાં છે. ‘ટોયલેટ - એક પ્રેમ કથા'જેવી સુપરહીટ ફિલ્‍મના દિગ્‍દર્શક શ્રી નારાયણ સિંહે આ ફિલ્‍મ ડિરેક્‍ટ કરેલી આ ફિલ્‍મમાં શ્રધ્‍ધા કપૂર, યામી ગૌતમ અને દિવ્‍યેંદુ શર્મા પણ મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે.

આનંદ પંડિત કહે છે કે, હું પાવરફૂલ અને અર્થસભર વિષયવસ્‍તુ સાથે આવતી ફિલ્‍મોમાં વિશ્વાસ કરું છું. અમારી ફિલ્‍મ ‘બત્તી ગુલ મીટર ચાલૂ' પણ એક આવી જ અનોખી ફિલ્‍મ છે જે દર્શકોની ભાવનાઓ સાથે જોડાઈ જશે. આ સાંપ્રત સમસ્‍યાઓની આસપાસ રહીને મનોરંજનની સાથોસાથ સમાજીક સંદેશ આપતી ફિલ્‍મ છે. હું એવી દરેક ફિલ્‍મનો હિસ્‍સો બનવાનું પસંદ કરીશ જે દર્શકોને ઉપદેશ આપ્‍યા વિના પણ એક મજબૂત સામાજિક ટિપ્‍પણી કરતી હોય. આ ફિલ્‍મ ૨૧મીએ રીલીઝ થશે.

 

(12:18 pm IST)