ફિલ્મ જગત
News of Thursday, 20th September 2018

હાઉસફુલ-૪માં અક્ષય કુમારની ડબલ ધમાલ

હાઉસફુલ-૪નું શુટીંગ હાલમાં રાજસ્‍થાનમાં ચાલી રહ્યું છે. ફિલ્‍મમાં અક્ષય કુમાર, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, ક્રિતી સેનન, પૂજા હેગડે, કૃતિ ખરબંદા, નાના પાટેકર જેવા કલાકારો છે. હવે એવી ચર્ચા શરૂ થઇ છે કે અક્ષય કુમાર આ ફિલ્‍મમાં ડબલ રોલ નિભાવી રહ્યો છે. દર્શકોને એક ટિકીટમાં ડબલ અક્ષયને માણવાનો લ્‍હાવો મળશે. ફિલ્‍મ સાથે જોડાયેલા સુત્રો કહે છે કે હાઉસફુલ-૪ ખુબ મોટી સરપ્રાઇઝ લઇને આવશે. બે અક્ષય પૈકી એક વર્તમાનમાં હશે અને બીજો રોલ બાહુબલીના સમયનો હશે. આ ફિલ્‍મનું કનેક્‍શન બાહુબલી સાથે પણ હશે! ફિલ્‍મમાં પુનર્જન્‍મની કહાની પણ છે. તેની સાથે ભરપુર કોમેડી પણ હશે. ફિલ્‍મ શુટીંગનું એક શેડયુલ પુરૂ થઇ ગયું છે હવે બીજા શેડયુલનું કામ ચાલી રહ્યું છે. તાજેતરમાં સૂર્યગઢ પેલેસમાં શુટીંગ કરવામાં આવ્‍યું હતું. પહેલી બે સિરીઝ બનાવનાર સાજીદ ખાનને જ ચોથી ફિલ્‍મનું નિર્દેશન સોંપાયું છે. ૨૦૧૯ની દિવાળી પર આ ફિલ્‍મ આવશે.

 

(11:29 am IST)