ફિલ્મ જગત
News of Thursday, 20th September 2018

રોમકોમ ફિલ્‍મ અજયની ઇમેજ બદલી નાંખશે

બોલીવૂડમાં સિંઘમની છાપ ધરાવતો અજય દેવગણ મોટે ભાગે એક્‍શન કે કોમેડી ફિલ્‍મો જ કરતો રહે છે. જો કે રોમાન્‍ટીક ફિલ્‍મો પણ તેણે કરી છે. આવી વધુ એક ફિલ્‍મ તેણે સાઇન કરી છે. કહેવાય છે કે આ ફિલ્‍મ તેની ઇમેજ બદલી નાંખશે. ‘દે દે પ્‍યાર દે'  નામની

રોમાન્‍ટીક કોમેડી ફિલ્‍મનું નિર્માણ લવ રંજન કરી રહ્યા છે. તેણે અગાઉ પ્‍યાર કા પંચનામા, સોનુ કે ટીટૂ કી સ્‍વીટી જેવી હિટ ફિલ્‍મો આપી છે. દે દે પ્‍યાર દે ફિલ્‍મનું નિર્દેશન અકીવ અલીને સોંપાયું છે. લવ રંજન કહે છે આ ફિલ્‍મ અજય દેવગણની ઇમેજ ચોક્કસપણે બદલી નાંખશે. અજયએ ભલે અગાઉ રોમાન્‍ટીક ફિલ્‍મો કરી હોઇ, પણ આ ફિલ્‍મ હલકી ફુલકી બબલી ટાઇપ રોમકોમ છે. અજયનો આવો અંદાજ દર્શકોએ  પહેલા કદી જોયો નહિ હોય. ફિલ્‍મમાં તબ્‍બુ તથા રકુલપ્રિતસિંહ પણ મુખ્‍ય ભૂમિકામાં છે.

(1:05 pm IST)