ફિલ્મ જગત
News of Thursday, 20th September 2018

નાગિનમાં કામ કરવાની આમ્રપાલી ગુપ્‍તાની ઇચ્‍છા

બે વર્ષ પહેલા ટીવી પરદે ‘કુબૂલ હૈ'  શો જેટલો હિટ થયો હતો એટલી જ ચર્ચા આ શોની બિલ્લો રાનીની પણ થઇ હતી. બિલ્લોની એન્‍ટ્રી થતાં જ દર્શકો ટીવી પરદા સામે જકડાઇ જતાં હતાં. આ રોલ નિભાવનારી આમ્રપાલી ગુપ્‍તાને આ શો કર્યા પછી સતત નેગેટીવ પાત્રો જ ઓફર થતા રહ્યા છે. ૨૦૦૩માં ખુશીયાં શોમાં ચુલબુલી ખુશીનો રોલ નિભાવી ટીવી પરદે આવનારી આમ્રપાલીએ બાદમાં ઇમેજ બદલવા બિલ્લો રાનીનો રોલ નિભાવ્‍યો હતો. આ પછી તેને નેગેટીવ રોલ જ ઓફર થતાં હોઇ તેણે અનેક શો માટે ના કહેવી પડી હતી. હવે આમ્રપાલીને ઝી ટીવીના શો ‘તુજસે હૈ રાબ્‍તા'માં પોઝિટીવ રોલ મળ્‍યો છે. જેમાં તે એક દિકરીની માતાના રોલમાં છે. નાગિન શો આજે એટલો સુપરહિટ છે કે આમ્રપાલીએ પણ આ શોમાં કામ કરવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી છે.

(11:28 am IST)