ફિલ્મ જગત
News of Tuesday, 20th August 2019

દક્ષિણ ભારતીય ફિલ્મમા ડેબ્યુ કરશે જાહન્વી કપૂર

મુંબઇ:  જાહ્નવી કપૂર દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ડેબ્યુ કરે તેવી શક્યતા છે. તેવિજય દેવરકોંડા સાથેની એક ફિલ્મમાં કામ કરે તેવી વાત છે. જોકે થોડા દિવસ પહેા તેણે દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર અજીત સાથે કામ કરવાની હા પાડી છે. મીડિયા રિપોર્ટસની માનીએ તો, આ અનામ ફિલ્મને હાલ થાલા ૬૦શીર્ષક અપાયું  છે.આ ફિલ્મમાં તે વિજય દેવરકોંડા સાથે રોમેન્ટિક રોલમાં જોવા મળશે. કહેવાય છે કે, આફિલ્મ માટે દિગ્દર્શક પુરી જગન્નાથે જાહ્નવીનો હાલમાં સંપર્ક કર્યો હતો. આ બાદ જાહ્નવીએ આ પ્રોજેક્ટમા ંકામ કરવાની તૈયારી દર્શાવી છે. આ સાથે જ જાહ્નવી માતા શ્રીદેવીની માફક જ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં છવાઇ જવાની તૈયારી કરી રહી છે.રિપોર્ટસના અનુસાર આ ફિલ્મ થોડા જ મહિનાઓમાં ફ્લોર પર જશે. પરંતુ હજી સુધી આની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. વિજય દેવરકોંડા અને જાહ્નવીની જોડી મોટા પડદા પર કેવી લાગશે તે તો સમય જ દાખવશે.હાલ જાહ્નવી રાજકુમાર રાવ સાથેએક ફિલ્મ કરી રહી છે. આ ઉપરાંત તે ગુંજન સકસેનાની બાયોપિકમાં જોવા મળશે. તેમજ દોસ્તાના ટુ, અને તખ્ત જેવા પ્રોજેક્ટ પણ તેની પાસે છે. 

(5:27 pm IST)