ફિલ્મ જગત
News of Tuesday, 20th August 2019

નોરા ફતેહીનું વધુ એક વિડીયો સોંગઃ વિક્કીનો સાથ

મુળ કેનેડિયન ડાન્સર, મોડેલ અને હવે બોલીવૂડમાં જાણીતી બનેલી નોરા ફતેહીને વિક્કી કોૈશલ સાથે એક રોમાન્ટીક વિડીયોમાં કામ મળ્યું છે. નોરાએ તેલુગુ અને મલયાલમ ફિલ્મો કર્યા પછી બોલીવૂ૯માં રોઅર-ટાઇગર્સ ઓફ ધ સુંદરવન થકી કારકિર્દી શરૂ કરી હતી. તેણે બિગ બોસ-૯માં પણ ભાગ લીધો હતો. ઝલક દિખલા જા શોમાં પણ હતી. સત્યમેવ જયતે ફિલ્મમાં દિલબર દિલબર સોંગથી રાતોરાત જાણીતી બનેલી નોરાનું આવુ જ એક સોંગ સાકી...સાકી..બાટલા હાઉસમાં છે. સલમાન ખાન સાથેની ભારતમાં પણ તેણે સુસાન નામનું પાત્ર ભજવ્યું હતું. તેની આગામી ફિલ્મોમાં મરજાંવા અને સ્ટ્રીટ ડાન્સર છે. ત્યાં હવે તેને વિક્કી કોૈશલ સાથે મ્યુઝિક વિડીયોમાં કામ મળ્યું છે. આ વિડીયોનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો છે જેમાં તે વિક્કી સાથે રોમાન્ટીક દેખાઇ રહી છે. ભુષણ કુમારે આ વિડીયો બનાવ્યો છે. શિમલામાં તેનું શુટીંગ થયું છે. વિક્કીએ આવા વિડીયોમાં પહેલી જ વખત કામ કર્યુ છે. નોરા જે ગીત કહે છે તે હિટ થાય છે.

(9:58 am IST)