ફિલ્મ જગત
News of Saturday, 20th July 2019

રાઝી ફેમ એક્ટ્રેસ અમૃતા ખાનવિલકરની રિયાલિટી ટીવી શો 'ખતરો કે ખિલાડી'માં પસંદગી

મુંબઈ: ટીવીનો પોપ્યુલર રિયાલિટી સ્ટન્ટ શો ખતરો કે ખિલાડીની દસમી સિઝન ઓક્ટોબર નવેમ્બરમાં શરૂ થવાની છે. મેકરો દસમી સિઝનને કંઈક અલગ બનાવવા માગે છે. દરેક ફિલ્ડના સ્પર્ધક આ સિઝનમાં સમાવાશે. બોલિવૂડ-ટીવી સ્ટાર્સ, આરજેની શોમાં એન્ટ્રી થઈ ચૂકી છે. દસમી સિઝન માટેના સ્પર્ધકોની પસંદગી શરૂ થઈ ગઈ છે. આ દસમી સિઝનને પણ રોહિત શેટ્ટી જ હોસ્ટ કરવાનો છે. શોમાં પહેલા સ્પર્ધક તરીકે રાઝી ફેમ એક્ટ્રેસ અમૃતા ખાનવિલકરની પસંદગી થઈ છે. અમૃતાએ આ વાતને કન્ફર્મ કરતાં જણાવ્યું હતું કે હા હું રિયાલિટી શોનો ભાગ બની છું. શો મેકરોએ મને આ શોની ઓફર કરી છે જે મેં સ્વીકારી લીધી છે.

(5:02 pm IST)