ફિલ્મ જગત
News of Saturday, 20th July 2019

ફિલ્મ ચહેરાનો કૃતિ ખરબંદાનો પહેલો લુક આવ્યો સામે

મુંબઈ: ફિલ્મ ચહેરેમાંથી અભિનેત્રી ક્રિતિ ખરબંદાનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. તે લીલા રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે. તેના લુકની પ્રશંસા થઈ રહી છે. ફિલ્મમાં તે દમદાર અવતારમાં પહેલીવાર ઇમરાન હાશ્મી અને અમિતાભ બચ્ચન સાથે સિલ્વર સ્ક્રીન શેર કરવાની છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે ફિલ્મમાં હું એકદમ અલગ અવતારમાં જોવા મળવાની છું. મેં અત્યારસુધી સાદા રોલ જ ભજવ્યા છે. ફિલ્મ ચહેરેમાં હું એક અલગ જ કિરદાર ભજવી રહી છું. આ ફિલ્મમાં હું અમિતાભ સર અને ઇમરાન સાથે કામ કરવા અતિ ઉત્સાહમાં છું.

(5:02 pm IST)