ફિલ્મ જગત
News of Friday, 20th July 2018

નવાજુદ્દીન સિદ્દીકી હવે નજરે પડશે રજનીકાંત સાથે

મુંબઇ: બોલીવૂડની ખાન ત્રિપુટી સાથે કામ કર્યા બાદ નવાઝુદ્દીન સિદ્દીકી આગામી ફિલ્મમાં રજનીકાન્ત સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેનો મહત્વનો રોલ હશે. આ ફિલ્મમાં અભિનેત્રી સિમરન પણ કામ કરી રહી છે. નવાઝુદ્દીન આ ફિલ્મમાં જોડાયો તેની સત્તાવાર ઘોષણા ટ્વિટર પર કરવામાં આવી છે. રજનીકાન્તે આ ફિલ્મના શૂટિંગનું પોતાના હિસ્સાનું પહેલું શેડયુલ પુરું કરી નાખ્યું છે. તેણે દાર્જિંલિંગ અન ેદહેરાદૂન જેવા લોકેશન પર શૂટિંગ કર્યું છે. હવે બીજા શેડયુલનું શૂટિંગ દહેરાદૂનમાં ચાલી રહ્યું છે. જેના છેલ્લા ૧૫ દિવસો જ બાકી  છે. સિમરન ફિલ્મની ટીમને જોઇન્ટ કરીચુકી છે, જ્યારે નવાઝ હવે જોડાશે. નવાઝ૧૯૮૩ના વલ્ ર્ડ કપ પર બનનારી ફિલ્મ '૮૩ માં પણ જોવા મળવાનો છે. હાલ તે સેક્રેડ ગેમ્સમાં દેખાયો હતો જેમાં તેની ભૂમિકાને વખાણમાં આવી છે.

(4:31 pm IST)