ફિલ્મ જગત
News of Friday, 20th July 2018

'ખતરો કે ખિલાડી-૯'નું શુટીંગ આર્જેન્ટિનામાં શરૂ

ખુબ જ જાણીતા રિયાલીટી શો 'ખતરો કે ખિલાડી-૯'માં ભાગ લેવા માટે સ્ટાર્સ સ્પર્ધકરો આર્જેન્ટિના પહોંચી ગયા છે. આ શોને અગાઉની જેમ જ બોલીવૂડના નિર્દેશક રોહિત શેટ્ટી હોસ્ટ કરશે. શોનું શુટીંગ ૧૫મીથી શરૂ થઇ ગયું છે. આ વખતે જાણીતી કોમેડી કવીન ભારતીસિંહ પણ તેના પતિ હર્ષ લિંબાચીયા સાથે આ શોમાં ભાગ લઇ રહી છે. આ ઉપરાંત વિકાસ ગુપ્તા, ટીવીની રોબોટ વહૂ રિધ્ધીમા પંડિત,  જૈન ઇમામ, જૈસમિન ભસીન, શમિતા શેટ્ટી અને અવિકા ગોૈર પણ આ શોમાં ખતરાઓનો સામનો કરતાં જોવા મળશે. અગાઉના શો કરતાં પણ વધુ જબરદસ્ત અને ખતરનાક સ્ટંટ આ વખતે જોવા મળશે. ગયા વર્ષે આ શોમાં હીના ખાન, નિયા શર્મા, કરન વાહી, રિત્વીક ધનજાની, લોપામુદ્રા, સાઇની દોશી, રવી દુબે, શાંતનુ મહેશ્વરી, મોનીકા ડોગ્રા સહિતે ભાગ લીધો હતો.

(9:28 am IST)