ફિલ્મ જગત
News of Monday, 20th June 2022

ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ?

ટીવી સીરિયલની અનેક એવી અભિનેત્રીઓ છે જેમને હીરો કરતા વધુ ફી આપવામાં આવે છે

મુંબઇ,તા. ૨૦ : એક સમયે મહિલા કલાકારોને પુરુષ કલાકારો કરતા ઓછી ફી આપવામાં આવતી હતી. હવે સમય બદલાયો છે અને ટીવી સીરિયલની અનેક એવી અભિનેત્રીઓ છે જેમને હીરો કરતા વધુ ફી આપવામાં આવે છે.

તેજસ્‍વી પ્રકાશ બિગ બોસ ૧૫ બાદ તેજસ્‍વી પ્રકાશના નસીબે ખૂબ જ જોર કર્યું હતું. તેજસ્‍વી પ્રકાશને એકતા કપૂરની સીરિયલ નાગિનમાં કામ કરવાનો મોકો મળ્‍યો હતો. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર તેજસ્‍વી પ્રકાશને એક એપિસોડના રૂ. ૨ લાખ મળી રહ્યા છે અને તેના કો-સ્‍ટારને રૂ. ૧ લાખ મળી રહ્યા છે.

હિના ખાનઃ ટીવી સીરિયલ ‘યે રિશ્‍તા ક્‍યા કહેલાતા હે'થી હિના ખાને એક અલગ ઓળખ ઊભી કરી હતી. ત્‍યારબાદ તેણે અનેક સીરિયલમાં કામ કર્યું છે. હિના ખાન ‘કસોટી જિંદગી કી'સીરિયલમાં પણ જોવા મળી હતી. આ સીરિયલના એક એપિસોડ માટે હિના ખાનને રૂ. ૨ લાખ થી રૂ. ૨.૧૫ લાખ મળતા હતા. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર હિના ખાનના કો-સ્‍ટાર પાર્થે એક એપિસોડ માટે રૂ. ૧ લાખ લીધા હતા.

રૂપાલી ગાંગુલીઃ  રૂપાલી ગાંગુલી અનુપમા બનીને તમામ લોકોના દિલ પર રાજ કરી રહી છે. રૂપાલી ગાંગુલી ટીવી સીરિયલની સૌથી મોંઘી એક્‍ટ્રેસ છે. આ શો માટે રૂપાલીને એક એપિસોડ માટે રૂ. ૩ લાખ ફી મળી રહી છે, આ સીરિયલમાં તેમના કો-સ્‍ટાર ગૌરવ ખન્ના અડધી ફીમાં આ કામ કરી રહ્યા છે.

શ્વેતા તિવારીઃ  શ્વેતા તિવારી ટીવી સીરિયલની સૌથી જાણાતી અભિનેત્રી છે. આ અભિનેત્રીએ ૨૦ વર્ષ કરતા વધુ સમયથી ટીવી સીરિયલમાં કામ કર્યું છે. તે તેના કોસ્‍ટાર કરતા વધુ ફી વસૂલે છે.

જેનિફર વિંગેટઃ જેનિફર વિંગેટે અનેક સીરિયલોમાં કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર જેનિફર વિંગેટે એક એપિસોડ માટે રૂ. ૧.૮ લાખ ફી લીધી હતી અને તેમના કો-સ્‍ટાર શિવિન નારંગને એક એપિસોડ માટે રૂ. ૯૦ હજાર મળતા હતા.

સુધા ચંદનઃ નાગિન ૬ની અભિનેત્રી સુધા ચંદન ટીવી સીરિયલની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંથી એક છે. એકતા કપૂરના શોમાં આ અભિનેત્રીને લીડ એક્‍ટ્રેસ તેજસ્‍વી પ્રકાશ કરતા વધુ ફી આપવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર આ અભિનેત્રીને એક એપિસોડ માટે રૂ. ૩ લાખ ફી આપવામાં આવે છે.

દિવ્‍યાંકા ત્રિપાઠીઃ દિવ્‍યાંકા ત્રિપાઠીએ ‘યે હે મોહબ્‍બતે'થી લઈને ‘ખતરો કે ખેલાડી'સુધી પોતાની જબરદસ્‍ત ઓળખ ઊભી કરી છે. આ અભિનેત્રી કોઈપણ શોના એક એપિસોડ માટે રૂ.૧ લાખથી લઈને રૂ.૧.૧૫ લાખ સુધીની ફી લે છે.

(10:10 am IST)