News of Thursday, 20th June 2019
ફિલ્મ શર્માજી કી બેટીમાં સ્પેશિયલ અપિયરન્સમાં નજરે પડશે આયુષ્માન ખુરાના
મુંબઈ:અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહીરા કશ્યપ ફિલ્મ શર્માજી કી બેટીથી દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ સાથે હવે આયુષ્માન ખુરાના જોડાયો છે. ફિલ્મમાં અભિનેતા સ્પેશિયલ અપિયરન્સ આપવાનો છે. આ ફિલ્મ માટે માધુરી દીક્ષિત નેને સાથે પણ વાતચીત ચાલી રહી છે. ફિલ્મમાં બે એક્ટ્રેસ લીડ રોલમાં હશે. મહિલાઓ વચ્ચે થતા ઝઘડા અને સમસ્યાઓ પર સંપૂર્ણ ફિલ્મ આધારિત છે. આ ઉપરાંત તાહિરા અને આયુષ્માન વેબ સિરીઝ ક્રેકિંગ ધ કોડ બનાવવાની યોજના ઘડી રહ્યા છે. આ વેબ સિરીઝ આયુષ્માનની સેમિ બાયોગ્રાફી બુક ક્રેકિંગ ધ કોડ પર આધારિત છે. હાલ આયુષ્માન પોતાની આગામી ફિલ્મ આર્ટિકલ ૧૫ને પગલે સતત ચર્ચામાં છે.
(5:30 pm IST)