News of Thursday, 20th June 2019
ટૂંક સમયમાં ફિલ્મોમાં કમબેક કરશે શિલ્પા શેટ્ટી
મુંબઈ: બૉલીવુડની હોટ એક્ટ્રેસમાંની એક, જેમણે કરોડો પ્રેક્ષકોને સૌંદર્ય સાથે લાવ્યા છે. તે અભિનેત્રીનું નામ શિલ્પા શેટ્ટી છે જે તેણીની તંદુરસ્તી માટે જાણીતી છે. આ અભિનેત્રીને લઈને સમાચાર આવ્યા છે કે અંદાજે 12 વર્ષ પછી તે ફિલ્મોમાં કમબેક કરશે શિલ્પાએ આ વિશે કહ્યું કે તેની પાસે પાંચ ફિલ્મોની સ્ક્રીપટ છે તેમાંથી તે નક્કી કરશે તેને કઈ ફિલ્મમાં કામ કરવું. શિલ્પા અત્યારે સિટિવના રિયાલિટી શો સુપર ડાન્સરમાં જજની ભૂમિકા ભજવી રહી છે આ શોનું ફિનાલે 23 જૂનના છે આ શો પૂર્ણ થયા પછી શિલ્પા તેની ફિલ્મનું એલાન કરશે.
(5:24 pm IST)