ફિલ્મ જગત
News of Thursday, 20th June 2019

ગૌતમ બુધ્ધની મૂર્તિ પર બેસવા બદલ માફી માગી તાહિરાએ

ગૌતમ બુધ્ધની મૂર્તિ પર બેસવા બદલ તાહિરા કશ્યપે માફી માગી છે. તાહિરાએ ઇન્સ્ટાગ્રામ પર એ ફોટો શેર કર્યો હતો, જેમાં તે ગૌતમ બુધ્ધની મૂર્તિ પર બેસેલી જોવા મળી રહી હતી. આ પોસ્ટને કારણે તેની ઘણી ટીકા કરવામાં આવી હતી. આ ટીકાને કારણે તેણે પોસ્ટ ડીલીટ કરી દીધી છે. આ વિશે તાહિરાએ કહ્યું હતું કે 'હું કોઇપણ વ્યકિતને દુઃખ પહોંચાડવા નહોતી માગતી. અજાણતામાં મેં ઘણી વ્યકિતઓની લાગણી દુભાવી છે એ માટે માફી માગું છું. હું દરેક વ્યકિત માટે પ્રેમ અને શાંતિ ઇચ્છું છું.'

 

(11:26 am IST)