ફિલ્મ જગત
News of Thursday, 20th June 2019

છપાક માટે દિપીકા જ પહેલી પસંદ હતી

મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક'માં દિપીકા પાદુકોણ મુખ્ય રોલમાં છે. એસિડ હુમલાથી પિડીત લક્ષ્મી અગ્રવાલના જીવન પરની આ ફિલ્મમાં દિપીકાએ લક્ષ્મીનો રોલ નિભાવ્યો છે. મેઘનાએ કહ્યું હતું કે છપાક ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો ત્યારથી જ આ રોલ માટે મારા ધ્યાનમાં દિપીકા હતી. મેં એસિડ એટેક પહેલાની લક્ષ્મીની તસ્વીરો જોઇ હતી. તે થોડીઘણી દિપીકા જેવી જ લાગતી હતી. હુમલો પછી તેના ચહેરાનું અસ્તિત્વ જ નથી રહ્યું. મેકઅપ થકી દિપીકા લગભગ લક્ષ્મી જેવી જ લાગી રહી છે. મેઘનાએ કહ્યું હતું કે દિપીકા મારા માટે હમેંશા પહેલી પસંદ રહી હતી. પણ મને એવી શંકા હતી કે કદાચ દિપીકા સમય આપી નહિ શકે. તેણે આ ફિલ્મ માટે હા કહી તે આશ્ચર્ય પમાડે તેવું હતું. પરંતુ દિપીકાએ ફિલ્મ માટે હા કહી અને હવે શુટીંગ પણ ખતમ થઇ ગયું છે. દિપીકાએ આ રોલને ન્યાય આપવા માટે ખુબ જ મહેતન કરી છે. છપાક આવતા વર્ષે ૧૦મી જાન્યુઆરીએ રિલીઝ થશે.

 

(10:05 am IST)