ફિલ્મ જગત
News of Friday, 20th May 2022

રૂા. ૪૦૦ કરોડના મેગા બજેટમાં બનશે પુષ્‍પા-૨, અલ્લુ અર્જુનને ૧૦૦ કરોડ મળશે

શુટીંગ જુન - જુલાઇથી શરૂ કરી દેવામાં આવશે

મુંબઇ તા. ૨૦ : તમે જોઈ શકો છો કે, પુષ્‍પા ૨ ને લઈને ફેન્‍સ અને માર્કેટ વચ્‍ચે ખુબ મોટો ક્રેઝ છે.રિપોટ્‍સ અનુસાર , સિક્‍વલની શૂટિંગ પહેલા ભાગની તુલનામાં ખુબ મોટા બજેટ પર બનશે. પુષ્‍પા મુવી ૨૦૦ કરોડના ભારીભરખમ બજેટની સાથે તૈયાર કરવામાં આવી છે. સૂત્રોની માનીએ તો આવનારી સીક્‍વલ પુષ્‍પા ૨ નો બજેટ ડાઈરેક્‍ટ ડબલ ૪૦૦ કરોડના મેગા બજેટ પર તૈયાર થશે. ફિલ્‍મનુ સ્‍ક્રિપ્‍ટ લોક કરી દેવામાં આવ્‍યુ છે. અને તેની શુટિંગ જુન જુલાઈથી  શરૂ કરી દેવામાં આવશે.

આવી ખબર છે કે, આ સિક્‍વલ માટે અલ્લુ અર્જુન તેના પરિશ્રમિકના રૂપમાં ૧૦૦ કરોડ રૂપિયા લઈ રહ્યા છે. જણાવી દઈએ કે વચ્‍ચે અફવા ઉડી હતી. પુષ્‍પા ૨ માટે અમુક બોલિવુડ કલાકારોને પણ અપ્રોચ કરાશે.. પરંતુ આ વાતમાં કોઈ હકીકત નથી.

કાસ્‍ટિંગની વાત કરીએ તો, નિર્દેશક સુકુમાર દ્વારા બોલિવુડના કોઈ નામ શામેલ કરવાની કોઈ પણ સંભાવના નથી. ટીમે દક્ષિણ સિનેમાના અમુક પરિચિત નામ લઈને હિંદીમાં પરિચિત કરી દીધા છે, અને  તેઓ  તેના પર કાયમ રહેવા માંગે છે.

ફિલ્‍મના બીજા પાર્ટના મોટા ભાગના સીનની શૂટિંગ પણ પહેલા પાર્ટની જેમજ ગોદાવરી નદીના મારેદુમિલી જંગલમાં જ થશે, મેકર્સ ફિલ્‍મના બીજા પાર્ટને હજી ભવ્‍ય બનાવવામાં કોઈ પણ કમી નહી રાખે.

રિપોટર્સની માનીએ તો, મેકર્સ આ ફિલ્‍મના બીજા પાર્ટની શૂટિંગ આવતા વર્ષે જાન્‍યુઆરી સુધી પૂર્ણ કરવા માંગે છે. શૂટિંગ બાદ ચાર મહિના ફિલ્‍મના  પોસ્‍ટ પ્રોડક્‍શનને અપાશે. રિલિઝની સમય સીમાના કારણે  પહેલા પાર્ટના પોસ્‍ટ પ્રોડક્‍શનનુ કામ ઉતાવળમાં કરવા માં આવ્‍યુ હતુ. મેકર્સ હવે આ ભુલ ફરી કરવા ઈય્‍છતા નથી. સુકુમારના ડાયરેક્‍શનમાં બનેલ પુષ્‍પા - ધ રાઈઝ ને હિંદી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલિઝ કરવામાં આવ્‍યું હતુ. ફિલ્‍મે બોક્‍સઓફિસ પર ૩૬૦ કરોડનો લગભગ કલેક્‍શન કર્યું હતુ અને આ મુવી બ્‍લોક બસ્‍ટર રહી હતી.

(1:01 pm IST)