ફિલ્મ જગત
News of Monday, 20th May 2019

રેમો ડિસોઝા સાથે જિમમાં પરસેવો વહાવી રહ્યો છે વરુણ ધવન

રેમો ડિસોઝા અને વરુણ ધવન એક સાથે જિમમાં એકસરસાઇઝ કરી રહ્યા છે. રેમો ડિસોઝા 'સ્ટ્રીટ ડાન્સર ૩-ડી' માં વરુણને અને શ્રધ્ધા કપુરને ડિરેકટ કરી રહ્યો છે. રેમો ડિસોઝા સાથેનો જિમનો ફોટો ટવિટર પર શેર કરીને વરુણ ધવને ટવીટ કર્યુ હતું કે 'ગુડ મોર્નિંગ. તમારો ડિરેકટર પોતે જયારે એટલો ફિટ હોય તો તમને પણ એકસરસાઇઝ કરવા માટે પ્રેરણા મળે છે. અહીં હાજર દરેકને રેમો સખ્ત મહેનત કરવા માટે પ્રેરિત કરે છે.' વરુણના આ ટવીટ પર રેમો ડિસોઝાએ કમેન્ટ કરી હતી કે 'આ તો પૂરી ટીમની એનર્જી છે જે મને ફિટ રહેવા માટે આગળ ધપાવે છે.'

(11:39 am IST)