સતત સફળ થઇ રહેલી ક્રિતી સેનને ફી વધારી
અભિનેત્રી ક્રિતી સેનને પોતાની કારકિર્દીમાં પાંચ ફિલ્મો કરી છે. જેમાંથી ત્રણ સુપરહિટ રહી છે. ક્રિતીની પાછલી ફિલ્મ લૂકાછુપી બોકસ ઓફિસ પર હિટ નિવડતાં તે ખુશ છે. આ ફિલ્મે કુલ ૧૨૦ કરોડની કમાણી કરી હતી. ક્રિતીનો આ કારણે આત્મવિશ્વાસ વધી ગયો છે. તે સાથે તેણે પોતાની ફી પણ વધારી દીધી છે. તેણે હવે પોતાની ફીમાં ચાલીસ ટકાનો વધારો કરી દીધો છે. સતત હિટ ફિલ્મ આપી રહેલી ક્રિતી હવે આ પગલુ ભરવા તૈયાર થઇ છે. હાઉસફુલ-૪ સાઇન કરી ચુકેલી ક્રિતી અમર કોૈશિકના નિર્દેશનમાં બની રહેલી સેરોગસી પર આધારીત ફિલ્મમાં પણ કામ કરી રહી છે. આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિજાન કરી રહ્યા છે. આ ઉપરાંત રાકેશ ઓમપ્રકાશ મહેરાની પણ એક ફિલ્મ ક્રિતી પાસે છે. અન્ય નિર્માતાઓ સાથે પણ ક્રિતીની વાત ચાલી રહી છે. તે ઇચ્છે છે કે હવે તેને ચાલીસ ટકા ફી વધુ મળવી જોઇએ.