ફિલ્મ જગત
News of Sunday, 20th May 2018

ફિલ્મ કાલા નું બીજું પોસ્ટર જાહેર :રજનીકાંત અને નાના પાટેકરની ટક્કર

મુંબઈ :સુપરસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ કાલાની ફિલ્મમેકર્સે ફિલ્મનું બીજૂ પોસ્ટર જાહેર કર્યુ છે. આ પોસ્ટરમાં રજનીકાંતની સાથે નાના પાટેકર જોવા મળી રહ્યા છે. 7 જૂનના રોજ રિલીઝ થનાર ફિલ્મ માત્ર તમિલમાં જ નહિ પરંતુ હિન્દીમાં પણ રિલીઝ થશે. ફિલ્મમાં રજનીકાંત મુંબઈના એક ડોનની ભૂમિકામાં જોવા મળશે. જે ત્યાં વસવાટ કરતા તમિલ લોકોના હિતો માટે લડે છે.

(1:55 pm IST)