ફિલ્મ જગત
News of Sunday, 20th May 2018

લાઈવ સ્ટેજમાં ઓડિયન્સ સામે ડાન્સ કરવામાં એકદમ નર્વસ થઇ જાઉં છું :રણબીરકપુર

ફિલ્મમાં કેમેરા સામે ડાન્સમાં ભૂલ પડે તો રીટેક થઇ શકે પરંતુ લાઇવ ઓડિયન્સની સામે ડાન્સ કરવામાં ભૂલ થાય તો મરવા જેવી સ્થિતિ થઇ જાય

મુમ્બો :બોલીવુડના ટોચના અભિનેતા રણબીર કપૂરે કહ્યું હતું કે મારે લાઇવ સ્ટેજ પર ઓડિયન્સ સામે આઇટમ આપવાનું આવે ત્યારે હું એકદમ નર્વસ થઇ જાઉં છું. ૧૯મા આઇફા એવોર્ડ સમારોહની જાહેરાત કરવા માટે યોજાએલી મિડિયા મીટમાં રણબીર કપૂરે કહ્યું હતું કે ફિલ્મમાં કેમેરા સામે ડાન્સ કરવાનો હોય ત્યારે ભૂલ પડે તો રિટેક થઇ શકે છે. પરંતુ સ્ટેજ પર લાઇવ ઓડિયન્સની સામે ડાન્સ કરતા હો ત્યારે ભૂલ પડે તો મરવા જેવી સ્થિતિ થઇ જાય એટલે હું એકદમ નર્વસ થઇ જાઉં છું.' એણે કહ્યું કે મારે ખૂબ બધા રિહર્સલ્સ કરવા પડે છે.

  આ વખતે એ આઇફા એેવોર્ડ સમારોહનું સંચાલન અને પર્ફોર્મ બંને જવાબદારી અદા કરવાનો છે. એણે કહ્યું કે બેંગકોકમાં આઇફા એવોર્ડ સમારોહ યોજાય એ મારા માટે યાદગાર ઘટના છે કારણ કે મારો પહેલો એવોર્ડ મેં બેંગકોકમાં યોજાએલા આઇફા એવોર્ડ સમારોહમાં મેળવ્યો હતો. એક દાયકાના વિરામ બાદ આ વખતે ફરી બેંગકોકમાં આઇફા એવોર્ડ યોજાવાનો છે.

(1:51 pm IST)