ફિલ્મ જગત
News of Tuesday, 20th April 2021

ત્યારે મારું લોહી ઉકળી ઉઠે છેઃ મંદિરા બેદી

સોશિયલ મિડીયા પર સક્રિય રહેતાં ટીવી અને ફિલ્મોના અભિનેતા અભિનેત્રીઓને વારંવાર અવાર નવાર ટ્રોલર્સના નિશાના પર આવવું પડે છે. ઘણીવાર તો કલાકારોને અમુક યુઝર્સ ખુબ જ ગલીચ ભાષામાં ટ્રોલ કરી દેતાં હોય છે. મંદિરા બેદી તાજેતરમાં આવા ટ્રોલર્સ પર ખુબ રોષે ભરાઇ ગઇ હતી. મંદિરાએ પોતાના પતિ અને દિકરા-દિકરી સાથેની એક તસ્વીર પોસ્ટ કરતાં એક સોશિયલ મિડીયા યુઝર્સએ તેની દિકરીને સ્ટ્રીટ કીડ કહી દીધી હતી! સાથે જ તેને ઝૂપડપટ્ટીમાંથી દત્તક લેવાયેલી પણ કહેવામાં આવી હતી. આવા ટ્રોલર્સ પર મંદિરા ખુબ ભડકી ગઇ હતી અને કહ્યું હતું કે મને ખુબ ગુસ્સો આવે છે. મારા પરિવારના ફોટા પર જે પ્રકારે લોકો ગમે તેવું લખાણ લખી ટ્રોલ કરે છે એ ખુબ જ ભયાનક અને હતાષ કરી દે તેવું છે. આવા બે-ત્રણ મેસેજે મને દુઃખી કરી દીધી હતી. નાનકડી નિર્દોષ બાળકી માટે આ રીતે લખવું એ કેટલુ યોગ્ય છે? મંદિરા કહે છે મારી દિકરી વિશે આવુ ઘસાતું લખાય ત્યારે મારું લોહી ઉકળી ઉઠે છે.

(10:18 am IST)