ફિલ્મ જગત
News of Saturday, 20th April 2019

‘ધ કપિલ શર્મા શો’ની TRPમાં સુધારો થતા શર્માજી ખુશ થયા...

મુંબઈ: નાના પડદે ટીઆરપી રેટિંગના મામલે આ વખતે પણ મોટા સરપ્રાઇઝ જોવા મળ્યા છે. આ વખતે ‘નાગિન 3’ને મોટા ફાયદો થયો છે. જ્યારે કપિલ શર્મા માટે પણ સારા સમાચાર છે તેનો શો ‘ધ કપિલ શર્મા શો’ની TRPમાં સુધારો જોવા મળ્યો છે.બ્રોડકાસ્ટ રિસર્ચ ઓડિયન્સ કાઉન્સિલ(બીએઆરસી)એ 2019ના 15માં સપ્તાહ(6 એપ્રિલથી 12 એપ્રિલ)ની રેટિંગ જાહેર કરી છે. કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા શો’ ફરી તેની ટીમને રાહત આપી છે. આ શો જે પહેલા રેટિંગ્સમાં 5માં નંબરે હતો આ વખતે એક પગલું આગળ વધીને ચોથા નંબરે આવ્યો છે. જ્યારે કપિલનો આ શો 11માં સપ્તાહે 7માં ક્રમાંકે હતો. ઉપરાંત 12માં સપ્તાહે ચોથા અને 13માં સપ્તાહે આઠમાં નંબરે પહોંચી ગયો હતો. ગત સપ્તાહે કુમકુમ ભાગ્ય પહેલા નંબરે હતો જ્યારે આ વખતે પણ તેઓ પહેલા નંબરે યથાવત છે. આ શોને સૌથી વધુ 5879 ઇમ્પ્રેશન મળ્યા છે. બીજા નંબરની વાત કરીએ તો મોહિત મલિક અને આકૃતિ શર્માનો શો કુલ્ફી કુમાર બાજેવાલા રહ્યો છે. જે આ પહેલા પણ આ જ સ્થાને હતો. જ્યારે ગત સપ્તાહે પાંચમાં સ્થાને રહેલ નાગિન 3 શો આ વખતે કૂદીને ત્રીજા નંબરે આવ્યો છે. ચોથી નંબરે કપિલ શર્માનો શો રહ્યો છે. જ્યારે પાંચમાં નંબરની વાત કરીએ તો કુંડલી ભાગ્ય રહ્યો છે. જે ગત સપ્તાહે 3 નંબરે હતો.

(5:34 pm IST)