ફિલ્મ જગત
News of Saturday, 20th April 2019

ફરી એકવાર હેરાફેરી કરવા આવી છે બોલીવુડની આ ત્રિપુટી

મુંબઈ: છેલ્લા થોડા સમયથી હેરાફેરી થ્રી બની રહી હોવાની અટકળોએ જોર પકડયું છે. ફિલ્મનું દિગ્દર્શન ઇન્દરકુમારની જગ્યાએ પ્રિયદર્શનને સોંપવામાં આવ્યું છે. લગભગ ૧૯ વર્ષ બાદ પ્રિયદર્શન સાથે અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટી કામ કરવાની છે. વર્ષ ૨૦૦૦માં આવેલી ફિલ્મ હેરાફેરીએ દર્શકોને ભરપૂર મનોરંજન આપ્યું હતું. આ સિરીઝના ત્રીજા ભાગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અક્ષયકુમાર રાજુ, સુનીલ શેટ્ટી શ્યામ અને પરેશ રાવલ બાબુરાવ ગણપતરાવ આપ્ટે તરીકે જ ફિલ્મમાં લીડ રોલ નિભાવવાના છે.

(5:32 pm IST)