ફિલ્મ જગત
News of Saturday, 20th April 2019

ભારતમાં 21 મેના રિલીઝ થશે હોલીવુડ ફિલ્મ 'ગૉડઝીલા ટુ'

મુંબઇ :  હોલિવૂડની સુપરહિટ ફિલ્મ ગૉડઝીલાની સિક્વલ ગૉડઝીલા ટુ ભારતમાં આવતા મહિનાની 21મીએ રજૂ થશે એવી ઔપચારિક જાહેરાત ફિલ્મ સર્જકો તરફથી કરવામાં આવી હતી.ફિલ્મના ડાયરેક્ટર માઇકલ ડોગર્ટીએ કહ્યું કે આ ફિલ્મ અમે ભારતમાં અંગ્રેજી ઉપરાંત તમિળ, તેલુગુ અને હિન્દીમાં એમ ચાર ભાષામાં રજૂ કરવાના છીએ.  આ ફિલ્મની સ્ક્રીપ્ટ જેક શીલ્ડઝે લખી છે. ડોગર્ટીએ વધુમાં કહ્યંુ કે પ્રાચીન કાળમાં કેટલાક પ્રાણીઓ પણ ભગવાનની જેમ પૂજાતા હતા. અમે ગોડઝીલા ઉપરાંત ધ મુટોઝ, મોથરા, રોડાન, કિંગ ઘિરોદાહ વગેરેને સુપર પ્રજાતિ તરીકે રજૂ કર્યાં છે, ગૉડઝીલાને દુનિયાભરમાં મળેલા ઉમળકાભર્યા પ્રતિસાદ પછી અમે ગૉડઝીલા ટુ બનાવવાનો નિર્ણય કર્યો હતો.ડૉગર્ટીએ વધુમાં કહ્યું કે મૂળ એક જાપાની ફિલ્મ આવ્યા પછી આ પ્રકારની ફિલ્મ બનાવવાની શરૂઆત થઇ હતી. હોલિવૂડની આવી  પહેલી ફિલ્મ 1954માં આવી હતી.

(5:29 pm IST)