ફિલ્મ જગત
News of Saturday, 20th April 2019

આનંદ આહુજા સોનમના શુઝન દોરી બાંધતો નજરે ચડ્યોઃ સોશ્યલ મીડિયામાં તસ્વીર વાયરલ

મુંબઈ : અભિનેતા અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન 8 મે 2018ના રોજ થયા હતા. સોનમ અને આનંદના લગ્નને આવતા મહિને એક વર્ષ થઈ જશે. આ કપલ મેરિડ લાઈફને ખૂબ એન્જોય કરી રહ્યું છે. સોનમ અને આનંદ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે. બંનેના વેકેશનની તસવીરો વાઇરલ થાય છે. હવે હાલમાં જ આ કપલની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં આનંદ સોનમના શૂઝની દોરી બાંધતો જોવા મળે છે.

સોનમ અને આનંદની આ તસવીર એક સ્ટોર લોન્ચ વખતની છે. સ્ટોરમાં જ આનંદે સોનમના શૂઝની દોરી બાંધી હતી. આનંદે સોનમની આ રીતે મદદ કરતા સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

હાલમાં સોનમે જાહેરમાં સ્વીકાર્યું છે કે તેનો પતિ અને બિઝનેસમેન આનંદ આહુજા તેનો સોથી મોટો ચિયરલીડર છે. તાજેતરમાં ફિક્કી લેડીઝ ઓર્ગનાઇઝેશનના 35મા એન્યુઅલ ફંક્શન દરમિયાન સોનમે લૈંગિક સમાનતા વિશે વાત કરીને જણાવ્યું કે તેનો પતિ તેનો મોટો સમર્થક છે. સોનમે માહિતી આપી છે કે બોલિવૂડમાં તેને બરોબરીનું સ્થાન નથી મળ્યું પણ એક મહિલા જ સમજવામાં આવી હતી. મને બહુ જલ્દી આ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે મહિલાઓએ બાંધછોડ કરવાની કોઈ જરૂર નથી. પોતાના એક નિવેદનમાં સોનમે કહ્યું છે કે કલા સમાજનું પ્રતિબિંબ છે. લગ્ન પછી મારા પતિ મારા ચિયરલીડર છે. મને પોતાનું સમર્થન આપવા માટે તેમણે પોતાની સાથે મારું નામ જોડી લીધું અને તેઓ આનંદ સોનમ આહુજા બની ગયા.

(4:55 pm IST)