ફિલ્મ જગત
News of Saturday, 20th April 2019

અમિતાભ બચ્ચન, આમિર ખાન અને રણબીર કપૂરે તૂ દેશ મેરા ગીતથી

પુલવામાં હુમલામામાંશહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી

મુંબઇ તા ૨૦ : જમ્મુ કાશ્મીરના પુલવામા માં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સૈનિકોને અમિતાભ બચ્ચન, આમિર ખાન અને રણબીર કૂપરે ' તૂ દેશ મેરા' ગીતથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતીે. આ આતંકવાદી હુમલામાં ૪૦ થી પણ વધુ જવાનો શહીદ થયા હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો  હતો. ઘણી સેલિબ્રિટીએ શહીદોના પરિવારને મદદકરી હતી અને લોકોને મદદ કરવા આગળ આવવા પણ કહ્યું હતું. આ ગીત શહીદોને સમર્પિત કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે આ ગીત બનાવ્યું છે. આ ગીતમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન અને રણબીર કપૂર જોવામળી રહ્યા છે. તેમનો ફોટો ટ્વીટ પર શેર કરીને તેમનો આભાર વ્યકત કરતાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે ટ્વીટ કર્યુ હતું કે ' અમિતાભ બચ્ચન, આમિરખાન અને રણબીર કપૂરે આ ગીતમાં પ્રશસનીય કામ કર્યુ છે. ' તૂ મેરા' ગીત દ્વારા પુલવામા માં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતીે. શહીદો પ્રત્યે સપોર્ટ દેખાડવા માટે તમારા સોૈનો આભાર'

(12:00 pm IST)