ફિલ્મ જગત
News of Friday, 20th March 2020

પૂર્વ બોયફ્રેન્ડ અને પતિને આરતીએ આપી શુભેચ્છા

બિગ બોસ ૧૩માં ભાગ લઇ જાણીતી બનેલી આરતી સિંહ કોઇને કોઇ કારણોસર   ચર્ચામાં રહે છે. તાજતેરમાં આરતીએ પોતાના પૂર્વ બોયફ્રેન્ડને તેની એનિવર્સરી પર શુભેચ્છા પાઠવી હતી. આરતીએ ઇંસ્ટાગ્રામ પર અયાઝ ખાન અને તેની પત્નિ જીન્નતની તસ્વીર પોસ્ટ કરી મેરેજે એનિવર્સરીની શુભકામના પાઠવતાં લખ્યું હતું કે-હેપ્પી એનિવર્સરી મારા દોસ્તો...તમને ભગવાનના ખુબ આશીર્વાદ, ખુબ પ્રેમ...સામે અયાઝ ખાને પણ આરતીની પોસ્ટનો રિપ્લાય આપતાં કહ્યું હતું કે-થેન્ક યુ મારી પગલી દોસ્ત. આરતીએ અયાઝ અને જીન્નતની અનેક તસ્વીરો પોસ્ટ કરી હતી અને સરજી તથા મેડમ એવું કેપ્શન આપ્યું હતું. આરતી અને અયાઝ ત્રણ વર્ષ સુધી એક બીજા સાથે ડેટીંગમાં રહ્યા હતાં. પછી અચાનક બ્રેકઅપ થઇ ગયું હતું. આરતીએ ત્યારે કહ્યું હતું કે આ ખુબ અજીબ છે કે અમે બંને એક બીજાથી અલગ છીએ એ સમજવામાં ત્રણ વર્ષ વીતી ગયા. અમે હમેંશા બેસ્ટ ફ્રેન્ડ રહીશું.

(9:59 am IST)