ફિલ્મ જગત
News of Friday, 20th March 2020

બર્થડે ઉજવવા મનાલી ગયેલી કંગનાની ત્રણ ફિલ્મો કતારમાં

કંગના રનોૈતે બોલીવૂડમાં પોતાના દમ પર સ્થાન બનાવ્યું છે. અભિનય અને ફિલ્મોને કારણે જાણીતી કંગના જો કે સમયાંતરે વિવાદો પણ જગાવતી રહે છે. કંગનાની જેમ તેમ બહેન રંગોલી ચંદેલ પણ અવાર-નવાર સોશિયલ મિડીયા પર વિવાદ ઉભા કરતી અને ચર્ચામાં રહેતી જોવા મળે છે. હાલમાં કંગના કોરોનાના માહોલમાં શુટીંગ બંધ હોવાથી પોતાના વતન મનાલી ખાતે પહોંચી ગઇ છે. આગામી ૨૩ માર્ચના રોજ કંગના પોતાનો જન્મ દિવસ પણ મનાલી ખાતેના ઘરે પોતાના પરિવાર અને ભાણેજ સાથે ઉજવશે. તાજતેરમાં કંગના મનાલી પહોંચી ત્યારે ભાણેજ તેને ભેટી પડ્યો હતો, આ તસ્વીરો સોશિયલ મિડીયા પર ખુબ વાયરલ થઇ હતી. કંગનાની છેલ્લી ફિલ્મ પંગા હતી. જેમાં તે કબડ્ડી ખેલાડીના રોલમાં જોવા મળી હતી. હવે પછી તેની ત્રણ ફિલ્મો કતારમાં છે. જેમાં થલાઇવી, ધાકડ અને તેજસનો સમાવેશ થાય છે. થલાઇવી પહલા રિલીઝ થશે. તેનું શુટીંગ પણ પુરૂ થઇ ચુકયું છે.

(9:58 am IST)