ફિલ્મ જગત
News of Friday, 20th March 2020

વેબ સિરીઝ માટે સિધ્ધાર્થની તૈયારી

બિગ બોસમાં વિજેતા બન્યા પછી સિધ્ધાર્થ શુકલા ફરીથી પરદે જોવા મળવાનો છે. તે વિકાસ ગુપ્તા સાથે એક ખાસ પ્રોજેકટમાં કામ કરવાનો છે. માસ્ટર માઇન્ડ વિકાસે અનેક વખતે સિધ્ધાર્થ શુકલનો બચાવ કર્યો હતો. બિગ બોસમાં વિકાસ અને સિધ્ધાર્થ વચ્ચે સારું બોન્ડીંગ જોવા મળ્યું હતું. હવે આ બંને સાથે કામ કરતાં જોવા મળશે. વિકાલે ઇંસ્ટાગ્રામ લાઇવ પર એક ચાહક સાથે વાત કરતી વખતે પોતે સિધ્ધાર્થ સાથે કામ કરી રહ્યાની વાતને સમર્થન આપ્યું હતું. સિધ્ધાર્થ હવે એક વેબ સિરીઝમાં કામ કરી શકે છે. વિકાસે સિધ્ધાર્થ સાથે કામ કરવાની વાત કન્ફર્મ કરતાં જ સિધ્ધાર્થના ચાહકો ઉત્સાહમાં આવી ગયા છે. તે સિધ્ધાર્થને સતત વેલકમ કહી રહ્યા છે અને તેને ફરીથી સ્ક્રીન પર જોવા ઇચ્છી રહ્યા છે. બિગ બોસમાંથી બહાર આવ્યા પછી સિધ્ધાર્થએ દોસ્ત શહનાઝ ગીલ સાથે એક મ્યુઝિક વિડીયોમાં કામ કર્યુ છે. આ વિડીયો હવે ટુંક સમયમાં રિલીઝ થશે. ગાયક દર્શન રાવલના વિડીયો સોંગ ભુલા દુંગામાં આ બંનેની જોડીને લેવામાં આવી છે.

(9:58 am IST)