ફિલ્મ જગત
News of Wednesday, 20th March 2019

કાલથી અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી' રિલીઝ

સારાગઢીના કિલ્લાને બચાવવા ૨૧ જંવામર્દ શિખોએ લડેલી જબરદસ્ત લડાઇની કહાની

નિર્માતા કરણ જોહર, અરૂણા ભાટીયા, હિરૂ યશ જોહર, અપૂર્વ મહેતા, સુનિર ખેતરપાલ અને નિર્દેશક અનુરાગ સિંઘની ફિલ્મ 'કેસરી' આવતીકાલ ગુરૂવાર ૨૧ માર્ચથી રિલીઝ થઇ રહી છે. ફિલ્મનું લેખન અનુરાગ સિંઘે કર્યુ છે, ડાયલોગ ગિરીશ કોહલીના છે. સંગીત રાજુ સિંઘે આપ્યું છે.

૮૦ કરોડના ખર્ચથી બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરિણીતી ચોપડા, મિર સરવાર, વંશ ભારદ્વાજ, જશપ્રિતસિંઘ, વિવેક સૈની, વિક્રમ કોચર અને ટોરેન્જ કેયવોનની મુખ્ય ભૂીમકા છે. સારાગઢીના યુધ્ધ પર આધારીત આ ફિલ્મની કહાની છે. આ જ વિષય પર અજય દેવગણ પણ ફિલ્મ બનાવવાનો હતો. પરંતુ કેસરી ફિલ્મની કહાની અઅને અજયની ફિલ્મની કહાની એક સરખી હોઇ અજયએ આ ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યું હતું.

સારાગઢીની લડાઇ ભારતીય ઇતિહાસમાં સોૈથી લાંબી લડાયેલી લડાઇ ગણાય છે.જેમાં ૨૧ શિખ સૈનિકોએ સારગઢી કિલ્લાને બચાવવા પઠાણો સાથે અંતિમશ્વાસ સુધી જબ્બર લડાઇ લડી હતી. આ ફિલ્મ પહેલેથી જ ચર્ચામાં હતી. અક્ષય કુમારે ફિલ્મના પ્રમોશન વખતે કહ્યું હતું કે બેટલ ઓફ સારાગઢીને બ્રિટન આજે પણ સારાગઢી દિવસ તરીકે યાદ રાખી ઉજવણી કરે છે એ જંગ અને એ વીરોને આપણા દેશમાં યાદ રખાયા નહોતાં, જે દુઃખની વાત છે. અક્ષયએ આ યુધ્ધને સ્કૂલના ઇતિહાસના વિષયમાં ભણવામાં રાખવો જોઇએ તેવી પણ ભલામણ કરી હતી. હિન્દકુશ પર્વતમાળા પર આવેલા નાનકડા એવા સારાગઢી ગામની આ કહાની છે. આજે આ ભાગ પાકિસ્તાનની હદમાં છે. આ જગ્યાના કબ્જા માટે અંગ્રેજો અને અફઘાનો વચ્ચે અવાર-નવાર લડાઇ થતી હતી.

 

(9:38 am IST)