ફિલ્મ જગત
News of Wednesday, 20th March 2019

૧૦વર્ષની ઉમરે ટીવી પરદે કામ શરૂ કર્યુ હતું નેહા પેન્ડસએ

ટીવી અભિનેત્રી નેહા પેન્ડસે છેલ્લે બિગ બોસ-૧૨ના ઘરમાં જોવા મળી હતી. એક સમયે નેહાને ટીવી પરદાની મસમોટી હિરોઇન ગણવામાં આવતી હતી. પરંતુ હવે નેહા એકદમ ફીટ અને દેખાવડી બની ગઇ છે. તે અવાર-નવાર પોતાની તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરતી રહે છે. જેમાં તે હવે જોરદાર હોટ અને બોલ્ડ દેખાતી હોય છે. નેહાએ જીમમાં પરસેવા પાડીને અને ડાયેટ પ્લાન અનુસરીને બોડીને ફીટ બનાવી લીધું છે. તાજેતરમાં નેહાએ નવી તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં તે અત્યંત ખુબસુરત દેખાઇ રહી છે. નેહાની બોલ્ડ તસ્વીરોને પોસ્ટ થતાની સાથે જ હજ્જારો લાઇકસ મળી જાય છે. નેહાએ ૯૦ના દસકમાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યુ હતું. દસ વર્ષની ઉમરે તે 'કેપ્ટન હાઉસ' નામના શોમાં જોવા મળી હતી. પડોશ, હસરતે, ખુશી જેવા ટીવી શો પણ તેણે બાળ કલાકાર તરીકે કર્યા હતાં. મરાઠી, તેલુગુ, તમિલ, મલયાલમ અને હિન્દી ફિલ્મ પણ તે કરી ચુકી છે. 

(9:37 am IST)