બ્રહ્માસ્ત્રના સેટ પર આલિયા ભટ્ટને પહોંચી ઇજા
મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટને કરણ જોહરની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર ઇજા થઇ હોવાની માહિતી મળી હતી જેને લઇને હવે એ એેક્શન સીન્સ નહીં કરી શકે. આ ઘટનાને લગતી માહિતી એવી છે કે આ ફિલ્મ માટે આલિયા ઘોડેસવારી શીખી રહી હતી. એમાં એક દિવસ ઘોડા પરના જિનનો રોડ ટાઇટ થઇ જતાં આલિયાને ખભામાં જોરદાર આંચકો લાગ્યો હતો અને ઇજા થઇ હતી. ડૉક્ટરે એને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી હતી. આલિયાએ કહ્યું હતું કે અમારું શિડયુલ ખૂબ ટાઇટ છે અને શૂટિંગ થકવી દેનારું હોય છે એટલે હું અહીંથી ખસી શકું એમ નથી. ઇજા થવા છતાં આરામ કરવા મુંબઇ જઇ શકું એવી સ્થિતિ નથી. થોડા દિવસ પહેલાં આલિયાનો બર્થ ડે હતો છતાં ટાઇટ શૂટિંગ શિડયુલના કારણે એ બર્થ ડે ઊજવવા ઘેર આવી શકી નહોતી. એણે સેટ પર જ બર્થ ડે ઊજવી લીધો હતો. ટોચના ફિલ્મ સર્જક કરણ જોહર ભારતીય સુપરહીરોને લગતી એક ટ્રિલોજી બનાવવા ઉત્સુક છે. બ્રહ્માસ્ત્ર એ ટ્રિલોજીની પહેલી કડી છે. હોલિવૂડના સ્પાઇડર મેન સુપરમેનની જેમ આ ભારતીય સુપરહીરો કને પણ સુપરનેચરલ પાવર્સ હશે.