ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં આયુષ્માન ખુરાના પહેલીવાર નજરે પડશે મહિલાના રોલમાં
મુંબઈ: બોલિવુડ એક્ટર આયુષ્માન ખુરાનાએ 2018માં ‘અંધાધુંન’ અને ‘બધાઈ હો’ જેવી સુપરહિટ ફિલ્મો કરી છે. જેમાં ‘બધાઈ હો’એ 100 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. હવે એકવાર ફરી આયુષ્માન 2019માં ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ વખતે તેઓ ફિમેલ પાત્રમાં નજરે આવશે. જોકે આ સાથે નક્કી છે કે આયુષ્માન એકવાર ફરી બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે તૈયાર છે. જી હાં, જલ્દી આયુષ્માન ખુરાના તેની આગામી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં જોવા મળશે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે પહેલીવાર આયુષ્માન ફિલ્મમાં કોઈ મહિલાનો પાત્ર કરશે. આયુષ્માને આ ફિલ્મ વિશે કહ્યું કે તેઓ આ ફિલ્મમાં રામાયણની સીતાના પાત્રમાં નજરે આવશે. જોકે સૂત્રો મુજબ આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સાથે નુસરત ભરૂચા પણ છે. તાજેતરમાં આ ફિલ્મનું એક પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં આયુષ્માન ખુરાના સાડી, હાથોમાં બંગડીઓ અને પગમાં ચપ્પલ પહેરીને એક સ્કૂટર પર બેઠો છે. જ્યારે તેની પાછળ જીવન-મરણની દુકાન છે અને રામલીલા સમિતિનું મંદિર છે. તમને બતાવી દઈએ કે આયુષ્માન દર વખતે તેની ફિલ્મોમાં એક અલગ ટોપિક સાથે જોવા મળે છે. ફિલ્મ અંધાધુંનને પણ લોકોએ ખૂબ પસંદ કરી હતી. વિકી ડોનર સાથે કરિયરની શરૂઆત કરનાર આયુષ્માનની આ ફિલ્મને પણ લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો. જે પણ એક અલગ પ્રકારના વિષય પર બની હતી. ઉપરાંત શુભ મંગળ સાવધાન, બરેલી કી બરફી, જોર લગા કે હઇશા જેવી ફિલ્મોમાં પણ આયુષ્માને કમાલનો અભિનય કર્યો છે અને આ ફિલ્મોને પણ લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે.