‘મિશન મજનૂ' અને છત્રીવાલી આજથી ઓટીટી પર થઇ રિલીઝ
આજે ઓટીટી પર બે ચર્ચાસ્પદ ફિલ્મો રિલીઝ થઇ છે. જેમાં નિર્માતા રોની સ્ક્રૂવાલા, અમર બુટાલા અને ગરીમા મહેતા તથા નિર્દેશક શાંતનું બાગચીની ફિલ્મ મિશન મજનૂ નેટફિલક્સ પર આવી છે. જેમાં સિધ્ધાર્થ મલ્હોત્રા રો ફિલ્ડ ઓફિસરના રોલમાં છે. સાથે રશ્મિકા મંદાના, પરમીત સેઠી, શારીબ હાસમી, મિર સરવાર, કુમુદ મિશ્રા, અરજન બાજવા, ઝાકીર હુશેન અને રજીત કપૂરની મુખ્ય ભુમિકા છે. જાસૂસ થ્રીલર પ્રકારની આ ફિલ્મમાં રશ્મિકા અને સિધ્ધાર્થ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. રશ્મિકાએ નસરીન નામની અંધ યુવતિની ભુમિકા નિભાવી છે. રો એજન્ટ તરીકે સિધ્ધાર્થએ ફિલ્મમાં અમરદિપ અજીતપાલ સિંઘ અને તારીક અલીના નામના પાત્રો ભજવ્યા છે. કઇ રીતે તે પાકિસ્તાનમાં જાસૂસી કરવા પહોંચી જાય છે તેની કહાની જોવા મળશે. ફિલ્મમાં સંગીત કેતન સોઢાનું છે.
જ્યારે બીજી ફિલ્મ ‘છત્રીવાલી' ઓટીટી પ્લેટફોર્મ ઝી-ફાઇવ પર રિલીઝ થઇ છે. નિર્માતા રોની સ્ક્રૂવાલા અને નિર્દેશક તેજસ દેઓસકરની આ ફિલ્મ રોમાન્ટીક કોમેડી છે. જેમાં રકુલ પ્રીતસિંહ સાથે સુમિત વ્યાસ, સતિષ કોૈશિક, ડોલી અહલુવાલીયા, રાજેશ તૈલંગ, પ્રાચી શાહ પંડયા અને રાકેશ બેદી તથા રિવા અરોરાની મુખ્ય ભુમિકા છે. સેક્સ એજ્યુકેશન પર આધારીત આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહે પડકારરૂપ ભુમિકા નિભાવી છે.