ફિલ્મ જગત
News of Wednesday, 20th January 2021

ભૌમિક પટેલ અને જાહન્‍વી ચૌહાણને ચમકાવતા રોમેન્‍ટિક સોંગને 3 દિવસમાં 5 લાખથી વધુ લોકો જોઇ ચૂક્‍યા

નવી દિલ્હી: પ્રેમને સમજાવવાના અનેક લોકો દ્વારા જુદી જુદી રીતે પ્રયત્નો કરવામાં આવ્યા છે કોઈક એ ગીત દ્વારા તો કોઈક એ ફિલ્મ દ્વારા પોતાની રીતે પ્રેમ ને દર્શાવ્યા છે. કોઈપણ પ્રેમ ની વાતમાં જયારે પ્રથમ પ્રેમ ની વાત કરવામાં આવે એ ખુબજ અનોખી લાગતી હોય છે અને ઘણા લોકોને એ જોવી અને સાંભળવી ખુબજ ગમે છે. ક્લાઉડલેન્ડ એન્ટરટેઇન્મેન્ટના આ રોમેન્ટિક સોન્ગ દિલ વિચમાં એક અનોખા પ્રકાર માં પ્રેમ ને રજુ કરવામાં આવ્યું છે.

જેમાં ભૌમિક પટેલ અને જાહન્વી ચૌહાણ જોવા મળે છે. આ ગીત ને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને માત્ર 3 દિવસ માં આ ગીત ના 5 લાખ થી વધારે લોકો એ જોઇ ચૂક્યા છે. આ સોન્ગનું મ્યુજિક અર્જુન પટેલ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ તેની સક્સેસ પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

દિલ વિચ ગીત ના એક્ટર, પ્રોડ્યુસર અને સિંગર ભૌમિક પટેલ એ જણાવ્યું કે "આ ગીત ગુજરાત ના સુરત અને દમણ ના લોકેશન પર શૂટ કરવામાં આવ્યું છે.અમે આ ગીત માટે ખુબ જ મેહનત કરી છે અને કોઈપણ રીતે પ્રેમ ને લોકો સમક્ષ પ્રસ્તૃત કરવું જરાય પણ સહેલું હોતું નથી કેમકે પ્રેમ વિષે ઘણી બધી વસ્તુઓ બની ચુકી છે.

એક્ટ્રેસ જાહન્વી ચૌહાણ એ જણાવ્યું કે "પ્રેમ હંમેશાં વિશેષ હોય છે, પરંતુ તમારો પહેલો પ્રેમ તમને સ્વાભાવિક રીતે અનન્ય એવી રીતે આગળ ધરે છે.તે તમને એવી અનુભૂતિઓનો પરિચય આપે છે જેની પહેલાં તમે ક્યારેય ન હતી, વધુ સારા માટે કે ખરાબ માટે અને અમે એ બધાજ અનુભવો અને લાગણીઓ લોકો ની સમક્ષ આ ગીત થકી રજુ કરવા માંગતા હતા.

(5:34 pm IST)