આવતા મહિને શરૂ થશે પરિણિતિની ટ્રેનની સફર
પરિણિતી ચોપડા પોતાની ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેન રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહી છે. આ ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ થવાની હતી. પરંતુ હવે નક્કી થયું છે કે ઓટીટી પ્લેટફોર્મ પર તે સ્ટ્રીમ થશે. ફેબ્રુઆરીમાં નેટફિલકસ પર આ ફિલ્મ રિલીઝ થવાની છે. ગયા વર્ષે કોરોનાએ અનેક તૈયાર થયેલી ફિલ્મોને રિલીઝ થતી અટકાવી દીધી હતી તો અનેક ફિલ્મોના કામ અટકી ગયા હતાં. હજુ નવા વર્ષમાં પણ નવી ફિલ્મો થિએટરને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો સિલસિલો યથાવત રહ્યો છે. નેટફિલકસ પર ધ ગર્લ ઓન ધ ટ્રેનનું ટ્રેલર પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સાથે લખ્યું છે કે ટ્રેનની અનોખી સફરમાં જોડાઇ જાવ પરિણિતી ચોપરા સાથે. પોતાના જોખમે આ ટ્રેનમાં ચડવું. છવ્વીસમી ફેબ્રુઆરીના નેટફિલકસ પર આ ફિલ્મ રિલીઝ થઇ જશે. દરરોજ ટ્રેનમાં સફર કરતી મીરા નામની છોકરીની કહાની છે. અદિતી રાવ હૈદરી, કિર્તી કુલ્હારી, અવિનાશ તિવારી પણ ખાસ રોલમાં છે.