કરણ અને લવિના ટીવી પરદેથી પહોંચ્યા હોરર વેબ સીરિઝમાં
ટીવી શો યે હૈ મહોબ્બતે, ત્રિદેવીયા, બહુ હમારી રજનીકાંત સહિતમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સ્વીટી વાલીયા હવે અભિનય કરવાની સાથોસાથ બીજુ એક કામ પણ કરી રહી છે. તે હવે નિર્માતા તરીકે હવે કામ કરશે. તેણે સ્નો વેલ્વેટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ નામનું પ્રોડકશન હાઉસ શરૂ કર્યુ છે. જેની પહેલી વેબ સીરિઝનું નામ 'સિમરન ધ લોસ્ટ સોલ ઇન મુંબઇ' છે. ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ ફિલકસ પર આ શો દર્શાવાશે. આ એક બોલ્ડ શો હશે, જેમાં દર્શકોને સુપરનેચરલ ડ્રામાની સાથે હોરરની મજા પણ માણવા મળશે. આ સીરિઝમાં યે રિશ્તા કયા કહેલાતા હૈ, કાલા ટીકા સહિતના શોમાં કામ કરી ચુકેલો કરણ શર્મા મુખ્ય રોલમાં છે. તેણે બા બહૂ ઓૈર બેબીમાં પણ રોલ ભજવ્યોહ તો. જ્યારે તેની સાથે લવિના ટંડન છે. લવિનાએ પાપડપોલ, બાલવીર, નાગિન, એક હઝારો મેં મેરી બહેના હૈ સહિતના ટીવી શો કર્યા છે. આમ ટીવી પરદાની આ જોડી હવે વેબ સીરિઝમાં દેખાશે.