ફિલ્મ જગત
News of Tuesday, 19th November 2019

21 ફેબ્રુઆરીના રિલીઝ થશે આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'

મુંબઈ: બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરનાની આગામી ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન' 21 ફેબ્રુઆરી 2020 ના રોજ રીલિઝ થશે. આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'શુભ મંગલસાવધાન' પછી આ ફિલ્મના આગળના ભાગની ઘોષણા કરવામાં આવી હતી, જેનું નામ શુભ મંગલ જ્યાદા સાવધાન છે. આ ફિલ્મનું નવું પોસ્ટર બહાર આવ્યું છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટની ધમાકેદાર જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટરમાં આયુષ્માન ખુરના દોડતી નજરે પડે છે અને ઘણા લોકો તેની પાછળ છે જે સંભવત: લગ્નમાંથી આવતા હોય છે.આ ફિલ્મ 21 ફેબ્રુઆરી, 2020 ના રોજ રિલીઝ થવાની છે.

(5:15 pm IST)