ફિલ્મ જગત
News of Tuesday, 19th November 2019

બાપુજીની ત્રીજી આંખ બનતો જેઠાલાલઃ રમુજ સાથે સેવાનો સંદેશ

તારક મહેતા કા...માં વડીલોની સેવા કરવાની શીખ આપતો આગામી એપીસોડ

મુંબઈઃ નીલા ફિલ્મ પ્રોડકશન્સ પ્રા.લી.ના લોકપ્રિય ટીવી શો ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'' જે હંમેશા પોતાની રસપ્રદ એપીસોડ દ્વારા દર્શકોને ભરપુર હસાવાની સાથે સારા સંદેશા આપવા માટે જાણીતો છે. આ શો માં હવેના એપીસોડમાં બાપુજી ચંપકચાચાના ચશ્મા તુટી જાય છે અને જેઠાલાલ બીજા દિવસે બાપુજીને ફરવા જવા પોતે સાથે જાય છે. બગીચામાં બાપુજી પોતાના મિત્રોને મળે છે અને વાત કરે છે કે જેઠાલાલ આજે તેની (બાપુજીની) ત્રીજી આંખ બનીને આવ્યો છે ત્યારે બાપુજીના મિત્રો જેઠાલાલના બે મોઢે વખાણ કરે છે.

''તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'' ફકત એક ધારાવાહીક જ નથી પણ દર્શકોને હસાવાની સાથે સારા સંદેશ પણ આપે છે, જે લોકો માટે ખુબ જ જરૂરી છે. આગામી એપીસોડ એ દર્શાવે છે કે વડીલોની સેવા કરવી જોઈએ. દરેક બાળકે તેના માતા- પિતાનો સહારો જરૂર બનવો જોઈએ. આપણે જીવનમાં જે મેળવીએ છીએ તે તેમના આર્શીવાદથી જ છે.

જેઠાલાલના પિતા ચંકપચાચાને ચશ્મા ન હોવાથી બધુ ધુંધળુ દેખાય છે. જેઠાલાલ અનુભવે છે કે જયાં સુધી બાપુજીના ચશ્મા ન આવી જાય ત્યાં સુધી દરેક જગ્યાએ સાથે રહેવું તેની ફરજ છે. જેથી જેઠાલાલ દરેક જગ્યાએ બાપુજી સાથે જાય છે જે દર્શકો આગામી હપ્તામાં નિહાળશે.

(4:09 pm IST)