ફિલ્મ જગત
News of Tuesday, 19th November 2019

મૃણાલિની ત્યાગી બનશે પતિને છેતરતી પત્નિ

હાલ સ્ટાર પ્લસ પર ચાલી રહેલા રોમાન્ટિક-ડ્રામા શો 'કહાં હમ કહાં તુમ'માં દીપા વાધવાનીનો રોલ ભજવી રહેલી અભિનેત્રી ઓનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ અલ્ટ બાલાજીની આગામી વેબ-સિરીઝમાં જોવા મળશે. કહાં હમ કહાં તુમ ઉપરાંત પવિત્ર રિશ્તા, ઇશ્ક મે મરજાંવા અને કિતની મોહબ્બત હૈ સહિતની સિરિયલો તથા અલ્ટ બાલાજીની જ સિરીઝ ગંદી બાતના બે એપિસોડમાં દેખાયેલી મૃણાલિની આ સિરીઝમાં ઇન્ટરેસ્ટિંગ પાત્ર ભજવશે. ૫૦ એપિસોડ સુધી ચાલનારી આ સિરીઝમાં બે પરિવારની વાત હશે, જેમાં મૃણાલિની મિસિસ ભાટિયાનું પાત્ર ભજવશે જે તેના પતિને છેતરીને લગ્નેતર સંબંધ તરફ આકર્ષાશે. સિરીઝની બાકીની સ્ટારકાસ્ટ તથા નામ હવે ફાઇનલ થશે. ગાઝીયાબાદ ઉત્તરપ્રદેશની ૩૬ વર્ષિય મૃણાલિની ત્યાગી ૨૦૦૭માં ફેમિના મિસ ઇન્ડિયાની ફાયનલિસ્ટ રહી ચુકી છે. તેણે ૨૦૧૧માં મનન મોદી સાથે લગ્ન કર્યા છે.

(10:09 am IST)