ફિલ્મ જગત
News of Tuesday, 19th November 2019

અજય-સૈફ વચ્ચે શકિતશાળી તલવારબાજી

અભિનેતા અજય દેવગન ટૂંક સમયમાં ફિલ્મ 'તાનાજી-ધ અનસંગ વોરિયર'માં જોવા મળશે. આ ફિલ્મ બોલીવુડમાં અજય દેવગણની કારકિર્દીની ૧૦૦ મી ફિલ્મ બનવા જઈ રહી છે. આ કારણે તેના દરેક ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર ૧૯ નવેમ્બરના રોજ રીલિઝ થવા જઈ રહ્યું છે. પરંતુ આ પહેલા થોડા સમય પહેલા અજય દ્વારા જોરદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર સામે આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. ફકત થોડીવારમાં. ૧૨ સેકન્ડના આ ટીઝરમાં કોઈનો ચહેરો દેખાઈ રહ્યો નથી. પરંતુ તે પછી પણ લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. અજય સાથે આ ફિલ્મમાં તેની પત્નિ કાજોલ, સૈફ અલી ખાન, શરદ કેલકર અને પંકજ ત્રિપાઠી જેવા કલાકારો પણ છે. ઐતિહાસિક ઘટનાઓ પર બનેલી આ ફિલ્મ આગામી વર્ષે ૧૦ જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે. ફિલ્મની વાર્તા સિંહગઢના યુદ્ઘ પર આધારિત છે, જેમાં કોંડાના કિલ્લાને મોગલોથી બચાવવા માટે તનાજી ખુબ બહાદુરીથી લડ્યા હતાં તેની કહાની છે. સૈફે પણ આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે, જેમાં તલવારબાજીના અનેક દ્રશ્યો છે. ફિલ્મના પરાકાષ્ઠામાં દર્શકો અજય દેવગન અને સૈફ વચ્ચેની શકિતશાળી તલવારબાજીનો આનંદ માણી શકશે. વળી આ ફિલ્મ થ્રીડીમાં છે એટલે વધુ ઉત્સુકતા જગાવી છે.

(10:08 am IST)