ફિલ્મ જગત
News of Monday, 19th November 2018

નેહા ધૂપિયા-અંગદ બેદીને ત્યાં પધાર્યા લક્ષ્મીજી

મુંબઈ: બોલિવૂડનું કલાકાર દંપતી નેહા ધુપિયા અને અંગદ બેદીએ રવિવારે સવારે ૧૧ વાગ્યે એમના ઘરે નન્હી પરીનું સ્વાગત કર્યું હતું. જી, આજે સવારે નેહા ધુપિયાએ ખારસ્થિત એક હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. નેહા એનાં લગ્ન અને પ્રેગ્નન્સીને કારણે ઘણી ચર્ચામાં હતી. ૧ મે ૨૦૧૮ના દિલ્હીમાં આવેલા ગુરુદ્વારામાં અંગદ સાથે લગ્ન કર્યા બાદ તેમણે સોશિયલ મીડિયામાં શેયર કરેલા લગ્નના ફોટા જોઈ બધાને આૃર્યનો આંચકો લાગ્યો હતો. તો ઓગસ્ટ મહિનામાં ફરી ચાહકોને આંચકો આપનારા ન્યૂઝ આપ્યા. તેમણે જાહેર કર્યુ કે નેહા પ્રેગ્નન્ટ છે. બોલિવૂૂડની અન્ય અભિનેત્રીઓની જેમ નેહાએ કદી એની પ્રેગ્નન્સી છુપાવી નહોતી.

(4:47 pm IST)