ફિલ્મ જગત
News of Monday, 19th November 2018

અર્જૂનની બારમી ફિલ્‍મનું શુટીંગ પુરું: મે મહિનામાં રિલીઝ

અભિનેતા અર્જૂન કપૂરે નવી ફિલ્‍મનું શુટીંગ પુરૂ કરી દીધું છે. રાજકુમાર ગુપ્‍તા સાથે તે  ઇન્‍ડિયાઝ મોસ્‍ટ વોન્‍ટેડ' નામની ફિલ્‍મ કરી રહ્યો છે. આ ફિલ્‍મમાં તે પહેલી વખત ઇન્‍ટેલિજન્‍સ ઓફિસરની ભૂમિકામાં જોવા મળવાનો છે. શુટીંગ પુરૂ થઇ ગયાની જાણકારી અર્જુને સોશિયલ મિડીયા મારફત આપી હતી. અર્જુને લખ્‍યું હતું કે અમુક યાત્રા એવી હોય છે જે એક દ્રષ્‍ટિકોણને પુરો કરવા માટે થતાં પ્રયાસોને કારણે ખાસ બની જતી હોય છે. ઇન્‍ડિયાઝ મોસ્‍ટ વોન્‍ટેડ મારી બારમી ફિલ્‍મ છે. સ્‍ટાર સ્‍ટુડિયોઝ અને ગુપ્‍તા ફોકસે સાથે મળીને ફિલ્‍મનું નિર્માણા કર્યુ છે. આવતા વર્ષે ૨૪મી મેના રોજ આ ફિલ્‍મ પ્રર્દિશત થવાની છે. અર્જૂન અને પરિણીતીની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્‍મ નમસ્‍તે ઇંગ્‍લેન્‍ડ ટિકીટબારી પર નિષ્‍ફળ નિવડી હતી. અર્જૂનને આ નવી ફિલ્‍મ પર ખુબ આશા છે.

(10:58 am IST)