ફિલ્મ જગત
News of Saturday, 19th October 2019

ફિલ્મ પાગલપંતીનું ફર્સ્ટ પોસ્ટર આવ્યું સામે: અલગ અંદાજમાં જોવા મળ્યા આ કલાકારો

મુંબઈ: મલ્ટીસ્ટારર પાગલપંતીના તમામ સ્ટારકાસ્ટના પોસ્ટર બહાર આવ્યા છે. ફિલ્મમાં જોન અબ્રાહમ, અનિલ કપૂર, ઇલિયાના ડિક્રુઝ, કૃતિ ખારબંડા, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન અનીસ બઝમીએ કર્યું છે. ફિલ્મ 22 નવેમ્બરે રિલીઝ થશે. ફિલ્મની આખી કાસ્ટે ફની પોસ્ટર્સને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.પોતાનું પોસ્ટર શેર કરતા જ્હોન અબ્રાહમે લખ્યું, 'હૃદય નરમ છે, મન ગરમ છે ... બાકીનું બધું શનિ મહારાજનું કારણ છે'. ફિલ્મમાં જ્હોનનું પાત્ર રાજકિશોર છે.

(5:05 pm IST)